માલગઢની એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રગતિ મંડળ માલગઢ સંચાલિત શેઠ એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ ગોરધનજી પઢિયાર (માળી) પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે શાળાના પટાંગણમાં વડના રોપાનું વૃક્ષારોપણ કરાયું હતું.

[google_ad]

 

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા-ડીસાના પ્રમુખ અમૃતભાઇ પી. પઢિયાર, આચાર્ય મિલનભાઇ રાવલ, મોહનલાલ વી. પઢિયાર, વ્યાયામ શિક્ષક મુકેશભાઇ પઢિયાર, પીન્ટુભાઇ વાળંદ અને સ્ટાફગણ ઉપસ્થિત રહી અલગ-અલગ જગ્યાએ ખાડાઓ ખોદી વૃક્ષો વાવી પાણી પીવડાવીને તેનું જતન કરવાના સંકલ્પો લીધા હતા. જ્યારે સદ્દગતને શ્રદ્વાસુમન અર્પણ કર્યાં હતા.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!