એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : એચ.પી. પેટ્રોલ પંપનો સિનીયર કોમકો ઓફીસર લાંચ લેતાં ઝડપાયો

- Advertisement -
Share

 

ગાંધીનગરના ઘ-3 પાસે સેક્ટર-6 માં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડ (એચ.પી.સી.એલ.) ના સિનીયર કોમકો ઓફીસર મુલચંદ પરસારામ ધોલપુરીયાને ગાંધીનગર એ.સી.બી. ટીમે છટકું ગોઠવીને રૂ. 1,10,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો છે.

 

 

અહીં કામ કરતાં 24 કર્મચારીઓને હેરાન-પરેશાન નહીં કરવા, છૂટા નહીં કરવા ઉપરાંત તેમના પગાર વધારા પેટે લાંચની રકમ સુપરવાઇઝર પાસે માંગવામાં આવી હતી. જેના પગલે એ.સી.બી. એ તેને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગરના સેક્ટર-6 માં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડ કંપની સંચાલિત પેટ્રોલ પંપ આવેલો છે. અહીં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતાં 29 કર્મચારીઓ પૈકી 5 મહીલા કર્મચારીઓ પણ નોકરી કરે છે.

 

જ્યારે એચ.પી.સી.એલ. કંપનીના ઉક્ત પંપ ઉપર કંપની મેનેજમેન્ટ ઓપરેટેડ ઓફીસર તરીકે મુલચંદ પરસારામ ધોલપુરીયા પણ ફરજ બજાવે છે. થોડા વખત અગાઉ અહીં કામ કરતાં કર્મચારીઓના પગાર વધારવામાં આવેલા છે.

 

સિનીયર કોમકો ઓફીસર મુલચંદ ધોલપુરીયાએ 29 કર્મચારીઓ પૈકી મહીલાઓને બાકાત રાખી અન્ય 24 કર્મચારીઓને હેરાન નહી કરવાના, નોકરીમાંથી છૂટા નહી કરવા, નવા કર્મચારીઓ નહી રાખવા અને આ કર્મચારીઓનો

 

પગાર વધેલ હોય કર્મચારી દીઠ રૂ.4,500 થી 5,000 લેખે રાઉન્ડ ફીગર રૂ. 1,10,000 ની લાંચની માંગણી સુપરવાઇઝર પાસે કરાઇ હતી.

 

છેલ્લા ઘણા સમયથી એનકેન પ્રકારે હેરાન-પરેશાન કરતાં મૂલચંદ દ્વારા આટલી મોટી રકમની લાંચ માંગવામાં આવતાં સુપરવાઇઝરે એ.સી.બી.માં ફરિયાદ આપી હતી.

 

આથી ગાંધીનગર એ.સી.બી. પોલીસ મથકના પી.આઇ. એસ.ડી. ચૌધરીએ પોતાની ટીમ સાથે જરૂરી પંચોને સાથે રાખી લાંચનું છટકું ગોઠવ્યું હતું.

 

જેમાં ગુરૂવારે એચ.પી. કંપનીનો ઓફીસર મુલચંદ પરસારામ ધોલપુરીયાને તેની ચેમ્બરમાં રૂ. 1,10,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં કંપનીના પેટ્રોલ પંપ ઉપર ફીલરોનું નોકરીની અવેજીમાં આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાબતે કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવાં છતાં કોઇ નિરાકરણ આવ્યું ન હતું.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!