પાલનપુર રેલ્વે ઓવરબ્રિજના ફૂટપાથ નજીક પાળીની 3 ફૂટ ઉંચાઇથી જોખમ

- Advertisement -
Share

લોખંડની જાળી ફીટ નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત

 

પાલનપુર ગુરૂનાનક ચોક આગળ રેલ્વે પુલને ઉંચો કર્યો છે. જ્યાં લોકોને ચાલવા માટે અલગથી ફૂટ બ્રિજ બનાવ્યો છે.
જોકે, રેલ્વે સ્ટેશન તરફના ફૂટપાથ અને ફૂટ બ્રિજને જોડતાં ખાંચામાં પાળીની ઉંચાઇ માત્ર 3 ફૂટ જ હોવાથી જો સહેજ ગફલત થાય તો 30 ફૂટ નીચે પટકાવાનું જોખમ છે.

 

રેલ્વે સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન પસાર થઇ શકે તે માટે ગુરૂનાનક ચોકથી આગળ આવતો રેલ્વે પુલને થોડાક માસ અગાઉ જ ઉંચો કરી વાહન વ્યવહાર શરૂ કર્યો છે.
પુલની બંને બાજુ વચ્ચેના ભાગમાં લોખંડનો ફૂટ બ્રિજ બનાવ્યો હોવાથી રાહદારીઓને પુલ પસાર કરવો સરળ બન્યું છે.
જોકે, રેલ્વે સ્ટેશન તરફના ફૂટપાથ અને ફૂટ બ્રિજને જોડતાં ખાંચામાં પાળી ચણવામાં બેદરકારી રાખવામાં આવી છે.

 

જે પાળીની ઉંચાઇ માત્ર 3 ફૂટ છે. પસાર થતાં લોકો કે નાના બાળક જો સહેજ ગફલત કરે તો સીધા પુલની નીચે 30 ફૂટ પટકાવાનું જોખમ રહેલું છે.
આ અંગે કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ‘અહીંયા 3 ફૂટ પાળીની ઉપર બીજી 3 ફૂટ લોખંડની ઝાળી ફીટ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના નિવારી શકાય તેમ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!