મોદીએ આતંકી ઘટના પછી આવેલા ફોન કોલનો ઉલ્લેખ કર્યો : ગુલામનબી આઝાદની ઉચ્ચ સદનથી વિદાયમાં મોદી ભાવુક

- Advertisement -
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વાર રાજ્યસભાને સંબોધિત કરી છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબીના ખૂબ વખાણ કર્યા હતા.

 

 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદ પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈની પણ માટે મુશ્કેલ છે. જ્યારે હું ચૂંટણીના રાજકારણમાં નહતો આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હુ લોબીમાં વાતો કરતા હતા.

 

Advt

 

PM મોદીએ કહ્યું, ગુજરાતના યાત્રીઓ પર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે સૌથી પહેલાં મને ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો હતો. તે ફોન ખાલી માહિતી આપવા માટેનો નહતો, ફોન પર ગુલામ નબી આઝાદના આંસુ રોકાતા નહતા.

PM મોદીએ કહ્યું, જ્યારે અમને વાતો કરતાં પત્રકારોએ દેખ્યા ત્યારે ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આવ્યો કે, તમે ભલે નેતાઓને ટીવી પર લડતા દેખતા હોવ પરંતુ અહીં પરિવાર જેવો માહોલ હોય છે.

 

 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમને સેનાના પ્લેનની વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હકી. તે દરમિયાન જ એરપોર્ટથી જ ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તે જ રીતે આઝાદજીએ તેમની ચિંતા કરી હતી.

 

 

પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, સત્તા તો જીવનમાં આવતી રહે છે પરંતુ તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદ પાસેથી શીખવાની જરૂર છે. પીએમ મોદીએ જણાવ્યું કે, એક મિત્ર તરીકે હું આઝાદજીનો ઘણો આદર કરુ છું.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદ તેમના પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈના માટે સરળ નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!