ડીસાના ધનાવાડામાં થેરવાડાનો યુવક લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જતાં ચકચાર

- Advertisement -
Share

થેરવાડાનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો

 

ડીસા તાલુકાના ધનાવાડા ગામની સગીર વયની યુવતીને થેરવાડા ગામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ધનાવાડા ગામમાં રહેતાં ડોમરાજી સેધાજી ઠાકોર તેમના 2 સંતાનો સાથે રહી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
જેઓ તા. 20 જૂનના રોજ રાત્રે પરિવાર સાથે સૂતા હતા. ત્યારબાદ સવારે ઉઠીને જોતાં તેમની દીકરી ઝલક (ઉં.વ. આ. 17) પથારીમાં ન જણાતાં તેમણે શોધખોળ કરી હતી.

 

તે દરમિયાન તેમના સાળાના દીકરા ભરતે જણાવ્યું હતું કે, ‘ગત મોડી રાત્રે થેરવાડા ગામના શખ્સો જગદીશ નારણભાઇ ઠાકોર, કિરણ ભૂરાભાઇ ઠાકોર, પ્રભુભાઇ રૂપાભાઇ પટેલ અને પોપટભાઇ રામજીભાઇ માજીરાણા સફેદ કલરની ગાડી લઇને મંદિર આગળ ઉભા હતા.

 

તેમની સાથે એક યુવતી મોઢું બાંધેલી હતી. જેથી તેઓએ થેરવાડા ગામમાં જઇ તપાસ કરતાં કિરણ ઠાકોર મળી આવ્યો હતો.

 

અને તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે, તમારી દીકરીને જગદીશ ઠાકોર લગ્ન કરવા ભગાડીને લઇ ગયેલ છે અને અમે તેને પાલનપુર રેલ્વે સ્ટેશને મૂકીને આવ્યા છીએ.

 

આથી તેમની દીકરી ઝલકને લગ્નની લાલચ આપી શખ્સ ભગાડી ગયો હોવાની જાણ થઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!