બનાસકાંઠાના આરખી ગામે ખેતરમાં ઉભેલા થાંભલા સાથે એક્ટિવા ટકરાતાં યુવાનનું મોત

- Advertisement -
Share

ધાનેરાના ખીમત ગામનો યુવાન એકટીવા લઇ દાંતીવાડાના ગુંદરી તરફ આવતો હતો ત્યારે આરખી ગામ નજીક કાબુ ગુમાવતા ખેતરમાં કરેલ ફેન્સીંગના થાંભલા સાથે એકટીવા ટકરાતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.

 

ધાનેરા તાલુકાના ખીંમત ગામના કમલેશભાઈ ખગાભાઈ ડાભી (ઉં.વ.32) ડીસા તાલુકાના વિઠોદર ગામે હીરાનું કારખાનું ચલાવી રહ્યા હતા. ત્યારે વિઠોદરથી કોઈ કામ અર્થે પોતાનું એકટીવા નંબર GJ-08-CL-2446 લઇ બુધવારે દાંતીવાડા તાલુકાના ગુંદરી તરફ આવી રહ્યા હતા.

ત્યારે આરખી નજીક કમલેશભાઈએ અચાનક પોતાના એક્ટીવાના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા તેઓ રોડની સાઈડમાં ખેતરમાં કરેલ ફેન્સીંગના થાંભલા સાથે ટક્કરાયા હતા. જેમાં કમલેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. થાંભલા સાથે ધડાકાભેર અવાજ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

 

વધુ ગંભીર જણાતા 108માં પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પરિવારને જાણ કરતા સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના સગા બે ભાઈઓ બાથ ભીડી રુદન કરતાં જોઇ સૌ કોઇ લોકો શોકમગ્ન થઇ ગયા હતા. મૃતક કમલેશભાઈ ખગાભાઈ ડાભીને સંતાનમાં નાની ચાર દીકરી તેમજ દોઢ વર્ષનો પુત્ર છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!