અમીરગઢના કેદારનાથ મહાદેવના સંત શિરોમણી 1008 દેવશ્રી મુનીજી મહારાજ દેવલોક પામ્યા

- Advertisement -
Share

જાસોર જંગલની ગુફામાં 50 વર્ષ તપસ્યા કરનારા મુનીજી મહારાજ બ્રહ્મલીન થયા

અમીરગઢ ની પવિત્ર ભુમી પર દેવ ડુંગરપુરી, શિવગીરી બાપુ અને મૂનીજી મહારાજ જેવા સંતોના ભક્તિ સુરોથી આ ધરાને દેવભૂમિ નું બિરુદ મળેલ છે. જેમાં દેવ શ્રી મુનિજી મહારાજ આજે દેવલોક પામતા તેઓને ભક્તોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. જાસોર વન્ય અભયારણ્ય ની ગુફામાં પચાસ વર્ષો સુધી મુનીજી મહારાજે મૌન રહી ઘોર તપસ્યા કરેલ હતી. કિશન ગીરી મહારાજ ના નામે ઓળખાતા આ મુનિએ ઘોર તપસ્યા કરતા તેઓને મુનિની મહારાજ ના નામે ભક્તો ઓળખતા થયા હતા.

વર્ષો સુધી જેસોર જંગલમાં તપસ્યા કર્યા બાદ ભક્તોને તેઓના દર્શન માટે જંગલમાં જવું પડતું હોઈ તેઓ જેસોર નીચે આવેલ બલુન્દ્રા ખાતે કુટિયા બનાવી રહ્યા હતા આ જગ્યા પર એક મંદિર બનાવવામાં આવ્યું હતું મુનીજીના દર્શન માટે રોજની લાંબી કતારોમાં ભક્તો ઉમટી પડતાં હતાં લાંબા સમય ની બીમારી બાદ આજે મુનીજી મહારાજ દેવલોક પામતા આવા કોરોના કાળમાં પણ તેઓના અંતિમ દર્શન માટે ભક્તો ની કતારો લાગી હતી આથી પોલીસે સોસિયલ ડિસ્ટન્સ રાખી માત્ર પાંચ પાંચ ભક્તોને તેઓના આંતિમ દર્શન કરાવ્યા હતા એક મહાન વિભૂતિ એવા સંત શિરોમણી મુનીજી મહારાજ દેવલોક પામતા ભક્તો ધ્રસ્કે ધ્રુસકે રડી પડ્યા હતા.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!