ધાનેરાના વાછડાલ પાંચ પીપળા નજીક બાઇક સ્લીપ ખાતાં યુવકનું મોત : દાંતીવાડાના આરખી નજીક બાઇકને કારના ચાલકે ટક્કર મારતાં યુવકનું મોત

- Advertisement -
Share

 

ધાનેરા તાલુકાના વોડા ગામમાં રહેતાં ચંદુભાઇ સેધાભાઇ ઠાકોર તેઓ કોઇ કામ અર્થે પાંથાવાડા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વાછડાલ પાંચ પીપળા નજીક બાઇક સ્લીપ ખાઇ જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકના ચાલકના પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાંથાવાડા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના વાછડાલ નજીક પાંચ પીપળા નજીક મંગળવારે સાંજના સમયે બાઇક પર જીતેન્દ્રભાઇ છગનભાઇ માજીરાણા અને બાઇકની પાછળ ચંદુભાઇ સેધાભાઇ ઠાકોર બેઠા હતા.

 

તેઓ પેટ્રોલ ભરાવા આવી રહ્યા હતા. તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઇ જતાં બાઇક રોડની સાઇડમાં ફંગોળાતાં બાઇકની પાછળ બેઠેલા ચંદુભાઇ સેધાભાઇ ઠાકોર (રહે. વોડા, તા. ધાનેરા) નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

જેથી આજુબાજુના લોકોને જાણ થતાં 108 વાનને ફોન કરી જાણ કરતાં 108 વાન તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી બાઇક ચલાવનાર જીતેન્દ્રભાઇ છગનભાઇ માજીરાણા (રહે. ડીસા) ના પગે ફ્રેક્ચર થતાં તેમને સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

જ્યારે બીજા બનાવમાં ધાનેરા તાલુકાના વાછડાલ ગામના દલાભાઇ કાનાભાઇ ચૌધરી મંડારમાં બોરવેલ મોટરનું કામ કરી ગુજરાન ચલાવે છે. જે મંગળવારે સાંજે મંડારથી મોટર રીપેરીંગ કરી પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા.

 

તે દરમિયાન દાંતીવાડાના આરખી પેટ્રોલ પંપ નજીક કોઇ કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં બાઇક નં. RJ-16-SG-3492 ના ચાલક નીચે પડી જતાં દલાભાઇ કાનાભાઇ ચૌધરી (રહે.વાછડાલ) નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!