અમીરગઢ બોર્ડર પર વિધાનસભાની ચૂંટણીને લઇને સ્ટેટીક સર્વેલન્સ ટીમ સજ્જ : વાહન ચેકીંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરાઇ

- Advertisement -
Share

શખ્સ દ્વારા કોઇ સંતોષકારક ખુલાસો કે પૂરાવા રજૂ ન કરતાં ફલાઇંગ સ્કવોર્ડ ટીમ દ્વારા રૂ 3,46,000 રોકડા જપ્ત કર્યાં

બનાસકાંઠા જીલ્લામાં 7 બોર્ડરો આવેલી છે. જેમાં ચૂંટણીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા 30 જેટલી ચેકપોસ્ટો ઉભી કરાઇ છે.
જેમાંથી ઇશાન સરહદે આવેલા અમીરગઢ માવલ ચેકપોસ્ટ પર એસ.એસ.ટી. ટીમ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન રૂ. 3,46,000 એક અરટીગા ગાડીમાંથી મળી આવતાં રોકડ રકમને સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ની આદર્શ આચાર સંહીતા અને ચૂંટણી ખર્ચ ૫૨ દેખરેખ નિયંત્રણ અન્વયે 10-દાંતા વિધાનસભા મતદાર વિભાગમાં આવેલી અમીરગઢ ચેકપોસ્ટ
૫૨ સ્ટેટીક સર્વેલન્સ ટીમ એસ.એસ.ટી. દ્વારા સઘન વાહન ચકાસણી દરમિયાન પ્રકાશ કનીરામ (રહે. જાનુદ્રા, તા.મારવાડ, જી. પાલી રાજસ્થાન) ની અરટીગા ગાડી નં. RG-07-AU-4689 માંથી રૂ. 3,46,000 રોકડા મળ્યા હતા.
જે અંગે સબંધિત શખ્સ દ્વારા કોઇ સંતોષકારક ખુલાસો કે પૂરાવા રજૂ ન કરતાં ફલાઇંગ સ્કવોર્ડ ટીમ દ્વારા આ રકમ જપ્ત કરાઇ હતી અને તે રકમ સીલ કરી જીલ્લા તિજોરી કચેરી બનાસકાંઠા-પાલનપુરમાં સ્ટ્રોંગ
રૂમમાં મોકલી આપી ખર્ચ નિયંત્રણ સમિતિને જાણ કરાઇ છે તેમ ચૂંટણી અધિકારી 10-દાંતા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટરે જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!