દાંતા તાલુકો અંતરિયાળ વિસ્તાર હોવાથી ત્યાંના સ્થાનિક લોકો આદિવાસી પ્રજા હોવાથી મોટાભાગના લોકો અભણ હોય છે. જેથી આ અભણ પ્રજાની સાથે સરપંચ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટી સહીઓ કરાવી ગરીબ પ્રજા સાથે છેતરપિંડી કરી પ્લોટો પચાવી પાડવાના અહેવાલો સામે આવતા ચકચાર મચી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાંતા તાલુકાના મહિલા સરપંચના પતિ સત્તાનો દુરુપયોગ કરી ખુરશીમાં બેઠેલા કેમેરામાં કેદ થયા હતા. જ્યારે જશવંતગઢ ભેમાળના માથાભારે પૂર્વ સરપંચ દ્વારા સરકાર દ્વારા ફાળવેલા પ્લોટ પચાવી પાડયા હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
જ્યારે મહિલા સરપંચ પોતે મીડિયા સમક્ષ કબૂલાત કરી છે કે મારા પતિ જ ખુરશીમાં બેસીને ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે જ્યારે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પંચાયતમાં હાજર ન રહેતા મુલાકાત માટે મીડિયા ટીમ તેમના ઘરે પહોંચતા મહિલા સરપંચે જણાવ્યું કે પંચાયતમાં મારા પતિ જ ખુરશીમાં બેસીને તમામ સરકારી વહીવટ કરે તેવી કબુલાત મહિલા સરપંચે ખુદ કરી હતી.
હવે જોવાનું રહ્યું કે દાંતા તાલુકા પંચાયતના જવાબદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આવા મહિલા સરપંચના પતિ વિરુદ્ધ કેવા પ્રકારના પગલા ભરવામાં આવશે અને શું આ પ્લોટો પચાવી પાડવા માટે જે ખોટી સહીઓ કરવામાં આવી છે એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરી ઘોર નિંદ્રામાં રહેશે એ તો આવનારો સમય બતાવશે.
From – Banaskantha Update