થરાદ પોલીસે ચૂનાના પાવડરનાં કટ્ટાની આડમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો

- Advertisement -
Share

થરાદ પોલીસે રવિવારે સવારના સુમારે ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ચુનાના પાવડરનાં કટ્ટાની આડશમાં લઇ જવાતો 141 પેટી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. જો કે, ટ્રક ચાલક પોલીસને હાથતાળી આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

[google_ad]

[google_ad]

થરાદ મથકના પીએસઆઇ સાહેબખાન ઝાલોરી અને પોલીસ કર્મચારીઓ રવિવારે સવારના સુમારે ખોડા ચેકપોસ્ટે કામગીરી કરી રહ્યા હતા. આ વખતે રાજસ્થાન તરફથી એક ટ્રક આવતાં પોલીસે તેને અટકાવી તલાસી લીધી હતી. તે દરમિયાન તેમાં ચુનાના પાવડરનાં કટ્ટાની આડાશમાંથી વિદેશી દારૂની 141 પેટી 2412 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

[google_ad]

Advt

[google_ad]

પોલીસે રૂ.5,50,692નો દારૂ તથા રૂ.8,00,000 ની ટ્રક મળીને કુલ રૂપિયા 13,50,692નો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે પોલીસને હાથતાળી આપીને ટ્રકચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!