સુઇગામના 400 વર્ષ પ્રાચીન મહાદેવના મંદિરમાં ચોરી થતાં લોકોમાં આક્રોશ

- Advertisement -
Share

સુઇગામમાં આવેલા 400 વર્ષ પ્રાચીન રાજેશ્વર મહાદેવના મંદિરમાં રવિવારની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ઘુસી જઈ મંદિરમાં રહેલ શિવલિંગ ઉપરના પિત્તળના નાગ અને શિવલિંગ આજુબાજુ ત્રાંબાના વરખને ઊંખેડી ચોરી કરી લઈ ગયા તેમજ શિવલિંગને પણ નુકશાન કર્યું હતું,વહેલી સવારે મંદિરે પૂજા માટે આવેલા પુજારીએ જોતાં કાંઈક અજુગતું બન્યાનું જણાતાં તેમણે સુઇગામના આગેવાનોને જાણ કરી હતી. જોત જોતામાં ગામમાં આ અંગે જાણ થતાં રાજેશ્વર દાદાના મંદિરે લોકો એકઠા થઇ ગયા હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જોકે ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ મંદિરે દોડી આવી લોકોને સમજાવ્યા હતા. આ અંગે થરાદ એ.એસ.પી.જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવી આગેવાનો સાથે બેઠક યોજી લોકો શાંતિ જાળવે તેવી અપીલ કરી હતી,અને આ ઘટનામાં સંડોવાયેલાઓને પોલીસ તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરાશે તેવી હૈયાધારણા આપી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

રવિવારની રાત્રીના સમયે સુઇગામ રાજેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગ ઉપરના પિત્તળના ગોગાબાપાની મૂર્તિ અને શિવલિંગ આજુબાજુ નું પિતળનું વરખ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ,જે મંદિર નજીક આવેલ હાઇવે પરના ગરનાળામાંથી લોકોને મળી આવ્યું હતું, આ બાબતે સુઇગામ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે જણાવ્યું કે “કોઈ અજાણ્યા શખ્સ ચાંદીના 8 છત્ર કી. રૂ.8 હજારના ચોરી ગયેલ હોવાની ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.”.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

સુઇગામ રાજેશ્વર મહાદેવના મંદિરે બનેલ ચોરીની ઘટના અને શિવલિંગને નુકશાન બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા રાજેશ્વર મંદિર નજીકના હોલમાં ગામના આગેવાનો સાથે ચર્ચા બેઠક યોજી આ ઘટના બાબતે ગામમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી,અને સાથે સાથે આ ઘટનામાં સામેલ ઇસમો જલ્દીથી પકડાઈ જશે એવી ખાતરી આપી હતી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!