જીવના જોખમના સાહસનાં લાઇવ દૃશ્યો : નદીના ધસમસતા પ્રવાહમાં બાઇકસવાર ફસાયો

- Advertisement -
Share

સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતાં સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં અને ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

 

 

 

 

ત્યારે આ પ્રવાહમાં એક બાઇકચાલક અંદરથી પસાર થવા જતાં અંદર ફસાઈ ગયો હતો. સદનસીબે બાઇક પડતું મૂકી બહાર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાસ્પદ બન્યું હતું.

 

 

 

 

સિદ્ધપુરના ખડિયાસણ-ડુંગરિયાસણ પાસે મોહિની નદીમાં એક બાઈકચાલક ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેની બાઈક ફસાઈ જતાં આ યુવકે એને બચાવવા ઘણી જ કોશિશ કરી, પરંતુ પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં છોડી દેવું પડ્યું હતું.

 

 

 

 

જોકે પાણીના વહેણમાં તણાવાની કે ડૂબવાની પણ શક્યતાને લઈને તંત્ર અલર્ટ બની પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. આ વીડિયો સોમવારે થયેલા ભારે વરસાદ બાદની સ્થિતિનો છે, જેમાં એક વ્યક્તિ પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાની બાઇકને બચાવવા જીવને પણ જોખમમા મૂકી રહ્યો છે.

 

Advt

 

 

મહત્ત્વનું છે કે પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં રવિવારે મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને અનેક નદીઓમાં નવાં નીર આવ્યાં છે. મેહુલિયાએ તોફાની બેટિંગ કરતાં રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો હતો અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!