બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડમાં રોજની પાંચથી છ હજાર બોરી લીંબોળીની આવક

- Advertisement -
Share

ભાભર માર્કેટ યાર્ડમાં રોજની 5000થી 6000 બોરી લીંબોળીની આવક થાય છે. મણના રૂપિયા 280થી 300 લીંબોળીનો ભાવ આવે છે. એટલે રૂપિયા 50થી 60 લાખની લીંબોળીમાંથી આવક ખેત મજુરો અને ખેડૂતોને થઈ રહી છે.

ભાભર સુઈગામ વિસ્તારના ખેડૂતોના ખેતરોના શેઢા પર ઉભેલા લીંબડાના ઝાડ પર લીંબોળી આવતા ખેડૂતો અને મજુરી કરતા ગરીબ પરીવારો કોરોના જેવી મહામારીમાં લીંબોળીઓ વેચીને ગુજરાન ચલાવે છે. લીંબોળીઓ ગરીબ પરીવારો માટે આશીર્વાદરૂપ બની છે.

[google_ad]

 

 

 

ભાભર માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં લીંબોળીઓની આવક થતાં વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ભાભર માર્કેટ યાર્ડમાં પુરતાં પ્રમાણમાં ભાવ મળી રહેતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ભાભર માર્કેટ યાર્ડમાંથી વેપારીઓ પાસેથી લિબોળીઓ ખરીદવા મીલોના માલીકો આવે છે.

આજે માર્કેટ યાર્ડમાં કડીના એક સો મીલ માલિકે લિબોળીઓ મોટા પ્રમાણમાં ખરીદીને તેના તેલ સહિત વિવિધ પ્રોડક્ટ બનાવતા હોવાનું જણાવ્યું હતું. આમ જો ભાભર વિસ્તારમાં સરકાર દ્વારા લીંબોળી માટે સો મીલો સ્થાપવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે લીંબડાનું ઝાડ પણ ઓક્સિજન ઉત્પન્ન કરતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!