કાંકરેજના યુવકને ગરબાથી પરત ફરતા અકસ્માત નડતા મોત

- Advertisement -
Share

કાંકરેજના વિભા નેસડા ગામના 2 યુવકો બાઈક ઉપર ગરબા નિહાળી પરત આવતા હતા. તે વખતે માર્ગમાં બાઈક વીજ ડીપીના થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ઉજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો.

 

કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામના કલ્પેશજી ચંદુજી પરમાર અને તેમના કુટુંબીભાઈ પુનાજી ભાવાજી પરમાર બાઈક નંબર GJ-02-BJ-4947 લઈને વખા ગામે ગરબા જોવા ગયા હતા. જ્યાંથી રાત્રે ઘરે પરત ફરતા હતા.
ત્યારે ગોઠડા ગામથી કંથેરીયા પાટીયા તરફ જતા માર્ગના વળાંકમાં પુનાજીએ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઈક રસ્તાની બાજુમાં વીજ ડીપીના સિમેન્ટના થાંભલા સાથે અથડાયું હતું. જેમાં પુનમાજીને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. કલ્પેશજીને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!