ડીસામાં સીમા સુરક્ષા બળની તાલીમ પૂરી કરી વતન પહોંચતાં યુવકનું સ્વાગત કરાયું

- Advertisement -
Share

 

ડીસાના રાજપુરમાં સીમા સુરક્ષા બળની તાલીમ પૂરી કરીને વતન પહોંચેલા યુવકનું શાનદાર સ્વાગત કરાયું હતું. ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતાં મુકેશકુમાર ગણપતલાલ ધર્માણીની પસંદગી સીમા સુરક્ષા બળમાં થઇ હતી.

 

 

અને ટ્રેનીંગ માટે કલકત્તા ગયા હતા. જ્યાં તાલીમ પૂરી થયા બાદ ડીસા આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મુકેશભાઇ ધર્માણીના આગામી સમયમાં લગ્ન હોવાના લીધે તેઓ બુધવારે ડીસા આવી પહોંચતાં ડીસા રાજપુર

 

 

વિસ્તારમાં તેમનું વાજતે-ગાજતે સ્વાગત કરાયું હતું અને સરઘસ નીકાળવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપુરમાં આવેલા

 

 

ગોપાલપુરી મંદિરમાં પહોંચી મહંતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ પોતાના નિવાસસ્થાને પહોંચતા પરિવાર દ્વારા તેમના વધામણાં કરાયા હતા.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!