ડીસાના જૂનાડીસામાં ખેતરમાં પાળો તોડવા બાબતે પાડોશીઓ બાખડયા : 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક સોમવારે ખેતરમાં પાળો તોડવા બાબતે 2 જૂથ વચ્ચે સામસામે મારામારી સર્જાતાં ચકચાર મચી ગઇ હતી.

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બંને પક્ષના કુલ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક સોમવારે ખેતરમાં પાળો તોડવા બાબતે 2 પાડોશીઓ વચ્ચે મારામારી સર્જાઇ હતી.

 

ડીસાના જૂનાડીસા ગામની સીમમાં રહેતાં રવિન્દ્રભાઇ લોધા અને તેમના પાડોશી ચુનીલાલ પુરોહીત પાસે પાસે ખેતર ધરાવે છે. જેમાં ખેતરમાં પાળા તોડવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

 

તે દરમિયાન ચુનીલાલનો પુત્ર મહેશભાઇ ગાડી લઇને જઇ રહ્યા હતા. તે દરમિયાન રવિન્દ્રભાઇએ તેમની ગાડી ઉભી રખાવી પાળા બાબતે બોલાચાલી કરી સામસામે મારામારી કરવા લાગ્યા હતા.

 

જેમાં લાકડી મારતાં મહેશભાઇની ગાડીનો કાચ તૂટી ગયો હતો. જ્યારે રવિન્દ્રભાઇને પણ મૂઢમાર માર્યો હતો. આ બનાવને પગલે બંનેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બંનેના પરિવારજનોએ સામસામે કુલ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!