પાલનપુરમાં છત્તીસગઢની મહિલાનું 1.5 વર્ષ બાદ પરિવાર સાથે મિલન કરાયું

- Advertisement -
Share

પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતા માનસિક અસ્વસ્થ મહિલાનું સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા સતત છેલ્લા દોઢ વર્ષના કાઉન્સેલિંગ દરમિયાન સફળતા મળતાં આ મહિલાના પરિવારજનો મળી આવ્યા હતા. જ્યાં છત્તીસગઢના સુરજપુર જિલ્લાના જજાવલ ગામે તેના પરિવાર સાથે ભેંટો કરાવવામાં આવ્યો ત્યારે તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહ્યા હતા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવતી નિરાધાર મહિલાઓને સખીવન સ્ટોપ તેમજ નારી સંરક્ષણ કેન્દ્રમાં આશરો આપવામાં આવી રહ્યો છે. જ્યાં છેલ્લા દોઢ વર્ષથી રહેતી એક માનસિક અસ્વસ્થ મહિલા સીતામતીનું પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ.

[google_ad]

[google_ad]

આ અંગે સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક આસ્કાબેન ઠક્કરે જણાવ્યું હતુ કે, માનસિક અસ્વસ્થ મહિલા સીતામતીને એક બાળક પણ છે. જે દોઢ વર્ષથી નારી સંરક્ષણ કેન્દ્રમાં હતી. જેની સતત સારવાર કરાવી સખીવન સ્ટોપ કેન્દ્રના સંચાલક આસ્કાબેન દ્વારા સતત કાઉન્સેલિંગ કરવામાં આવતાં આખરે સરનામું મળ્યું હતુ.

[google_ad]

તેણીના પરિવારજનો છત્તિસગઢના સુરજપુર જિલ્લાના જજાવલ ગામ થાણા ચંદોરા ખાતે રહેતા હોવાની જાણ થઇ હતી. આથી સખીવન સ્ટોપ કેન્દ્રના સંચાલક આસ્કાબેન ઠક્કર, નારી સંરક્ષણ કેન્દ્રના સુપ્રિન્ટેન્ડેન્ટ સોનલબેન ચૌધરી, બનાસકાંઠા હેડ ક્વાર્ટર્સ પોલીસ એસ્કોટ સાથે તેના ભાઇઓ, કાકાઓ સાથે મિલન કરાવતાં લાગણી સભર દ્દશ્યો સર્જાયા હતા.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!