પાલનપુરમાં ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લાગતાં લોકોમાં દોડધામ

- Advertisement -
Share

ફાયર-ફાઇટરની ટીમે સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

 

પાલનપુર ગોવર્ધન કોમ્પ્લેક્સમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં ગુરુવારે વહેલી સવારે અચાનક આગ લાગતાં લોકોમાં દોડધામ થઇ હતી.
જયારે ગોડાઉનમાં પડેલ તમામ માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે, ફાયર-ફાઇટરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર ગીરધર પટેલ માર્ગ નજીક આવેલ ગોવર્ધન કોમ્પ્લેક્સમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં ગુરુવારે વહેલી સવારે અચાનક આગ લાગતાં ગોડાઉનમાંથી
ધૂમાડાના ગોટેગોટા બહાર નીકળતાં લોકોને જાણ થતાં સ્થાનિક લોકોમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

 

જોકે, ગોડાઉન નજીક હાજર લોકોએ પાલનપુર ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ત્યાં સુધી ગોડાઉનમાં પડેલ મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક્સનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જેને લઇ વેપારીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!