ડીસામાં સામાન્ય બોલાચાલીમાં 3 લોકોએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસામાં સામાન્ય બોલાચાલીમાં લઘુમતિ મહીલા સહીત 3 લોકોએ મંગળવારે ગઢવી પાર્ટી પ્લોટના પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં પિતાને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ દોડી આવી ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા કેટલાંક સમયથી અસામાજીક તત્વો બેફામ બની ગયા હોય તેવું દેખાઇ રહ્યું છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકો કાયદો હાથમાં લેતાં અચકાતાં નથી. જ્યારે માથાભારે તત્વોને કાયદાનો કોઇ ડર ના હોય તેમ લોકો પર હુમલાઓ કરતાં નજરે પડી રહ્યા છે.

[google_ad]

 

 

ત્યારે મંગળવારે ડીસાના રાણપુર રોડ પર આવેલ ગઢવી પાર્ટી પ્લોટના માલિક આયદાનભાઇ ગઢવી અને પુત્ર કુલદીપભાઇ ગઢવીના માલિકીના ખેતરમાં કચરાના ઢગલા થતાં હોઇ ફોટાઓ પાડી સ્કૂટી નં. RJ-04-CE-9086 લઇ પિતા-પુત્ર ડીસા નગરપાલિકામાં અરજી આપવા અર્થે જઇ રહ્યા હતા. તે દરમિયાન ડીસાના મેઇન રોડ અનાજ દળવાની ઘંટી ચલાવતાં અને વર્ષોથી વરલી મટકાનો ધંધો કરતાં ઇરફાનહુસેન ઇકબાલહુસેન શેખ દોડી આવી કચરાના ઢગલાઓના કેમ ફોટા પાડો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ પિતા-પુત્રને ગડદા પાટુનો માર માર્યો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

જેથી આસીફહુસેન ઇકબાલહુસેન શેખ અને જેનીફર ઇરફાનહુસેન શેખ દોડી પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જ્યારે બૂમાબૂમ કરતાં ઘરના પરિવારજનો દોડી આવી આયદાનભાઇ ગઢવીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબ દ્વારા સારવાર અપાઇ હતી.

[google_ad]

 

ઇજાગ્રસ્ત આયદાનભાઇ ગઢવીના પુત્ર કુલદીપભાઇ ગઢવી દ્વારા મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાંક સમયથી અનાજ દળવાની ઘંટી ચલાવતાં આસીફહુસેન ઇકબાલહુસેન શેખ દ્વારા દારૂ પીને ઝઘડા કરવામાં આવે છે અને અમોએ પોલીસને જાણ કરતાં ડીસા ઉત્તર પોલીસ દ્વારા આસીફહુસેન ઇકબાલહુસેન શેખ સામે ગુનો નોંધી અટકાયત કર્યા બાદ મંગળવારે અદાવત રાખીને ફરીથી ઇરફાનહુસેન ઇકબાલહુસેન શેખ, આસીફહુસેન ઇકબાલહુસેન શેખ અને જેનીફર ઇરફાનહુસેન શેખ (તમામ રહે. રીજમેન્ટ, ડીસા) દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્તની જુબાની મેળવી હુમલાખોરો સામે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરાઇ હતી.’

[google_ad]

 

 

જોકે, રીજમેન્ટ વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી ગઢવી પાર્ટી પ્લોટની બાજુમાં અનાજ દળવાની ઘંટી ચલાવતાં આસીફહુસેન ઇકબાલહુસેન શેખ વરલી મટકાનો વેપાર કરી રહ્યો છે અને લોકોને જુગારના રવાડે ચડાવી રહ્યો છે. અગાઉ પણ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદો નોંધાઇ ચૂકી છે. ત્યારે આવા માથાભારે શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે તેવી ઇજાગ્રસ્તના પરિવારજનો દ્વારા માંગ કરાઇ છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!