ધાનેરાના સામરવાડા નજીક સ્વીફ્ટ કારે વિદ્યાર્થીનીને અડફેટે મોત : દોઢ વર્ષનું બાળક ઘાયલ

- Advertisement -
Share

 

ધાનેરાના સામરવાડા નજીક કારના ચાલકે શનિવારે એક વિદ્યાર્થીનીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીની પરીક્ષા આપીને પરત ઘરે ફરી રહેલી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું.

 

 

જ્યારે દોઢ વર્ષનું બાળક ઘાયલ થયું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આક્રોશમાં આવેલા લોકોએ કારના કાચ ફોડયા હતા. જ્યારે બનાવના પગલે ટ્રાફીકજામ સર્જાયો હતો. આ અંગે ધાનેરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે શનિવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

 

 

ધાનેરાના સામરવાડા નજીક એક વિદ્યાર્થીની પરીક્ષા આપી પરત ઘરે ફરી રહી હતી. તે દરમિયાન એક સ્વીફ્ટ કારના ચાલકે પૂરપાટઝડપે પોતાની કાર ચલાવી વિદ્યાર્થીનીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

 

 

અકસ્માતમાં વિદ્યાર્થીનીનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં દોઢ વર્ષનું બાળક પણ ઘાયલ થયું હતું. અકસ્માતના પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

 

 

આક્રોશમાં આવેલા લોકોએ સ્વીફ્ટ કારની તોડફોડ કરી હતી. જ્યારે રોડ પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જી સ્વીફ્ટ કારનો ચાલક પોતાની કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

 

 

જ્યારે રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર કારમાં તપાસ કરતાં કારમાંથી પોલીસની વર્ધી પણ મળી આવી હતી. વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ કર્મીની કારે પરીક્ષા આપી પરત ફરેલી વિદ્યાર્થીનીને અડફેટે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં વિદ્યાર્થીનીનું કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

જ્યારે ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જ્યારે 108 વાન મારફતે મૃતકની લાશને ધાનેરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ધાનેરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!