પોલીસે કુલ રૂ. 27,96,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો
પાલનપુર-આબુ હાઇવે ઉપર બિહારી બાગ નજીકથી એલ.સી.બી. પોલીસની ટીમે રૂ. 15,75,000 નો પંજાબની બનાવટનો દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડયું હતું.
જયારે પોલીસે કુલ રૂ. 27,96,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાલનપુર પોલીસે 2 શખ્સોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમ વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન પાલનપુર-આબુ હાઇવે ઉપર બિહારી બાગ નજીક પસાર થતાં ટ્રેલર નં. RJ-46- GA-4934 ને ઉભુ રખાવી તલાશી લેતાં અંદરથી રૂ. 15,75,000 ની પંજાબના બનાવટના દારૂની બોટલ નંગ-4,200 મળી આવી હતી.
જયારે રૂ. 12,00,000 નું ટ્રેલર, રૂ. 1,650 રોકડા અને રૂ. 20,000 નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 27,96,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જયારે ટ્રક ચાલક રાજસ્થાનના જોધપુર જીલ્લાના ઓશીયા તાલુકાના સારણનગર જાખડો કી ઢાંણીનો સુરેશ બાબુલાલ જાખડ (જાટ) અને જોધપુર જીલ્લાના બાવડી તાલુકાના લવેરા ગામનો પ્રેમારામ રીડારામ
ગોદારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ મોકલનાર જોધપુરના મુકેશ ગોદારા સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update