વાવની સગીરાનું અપહરણ કરી ધમકી આપી દુષ્કર્મ આચરતાં ચકચાર

- Advertisement -
Share

 

વાવ પંથકની એક સગીરાને લગ્ન કરવાના ઇરાદે જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે પોલીસે યુવકની અટકાયત કરી છે. આ અંગે વાવ પોલીસ મથકે યુવક સામે ફરિયાદ નોંધાવતાં પાલીસે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના નવાવાસ (ખીમાણાવાસ) ગામનો વેણ સમાજનો યુવક વાવ પંથકની સગીરાને લગ્ન કરવાના ઇરાદે જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી ભગાડી ગયો હતો.

 

ત્યારબાદ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે સગીરાની માતાએ વાવ પોલીસ મથકે પરેશભાઇ રમેશભાઇ વેણ (રહે. નવાવાસ (ખીમાણાવાસ) નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!