બનાસકાંઠામાં 2 દિવસના વિરામ બાદ આજે ફરી ડીસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ બાદ આજે બપોરના સમયે ડીસા સહિત આજુબાજુના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરના સમયે એકાએક વરસાદ ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 17.90 ટકા જ વરસાદ થયો છે. આમ જોઈએ તો બનાસકાંઠાની ધરતીને હજુ પણ 80 ટાકા વરસાદી પાણીની જરૂર છે.

[google_ad]

ખાસ કરીને બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય જળાશયો ખાલીખમ હાલતમાં છે. જો આ વર્ષે સારો વરસાદ નહીં થાય તો કદાચ આવનારા સમયમાં પાણીનું સંકટ વધુ ઘેરુ બને તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. ત્યારે આ વખતે સારો વરસાદ થાય તેવી ખેડૂતો અને જિલ્લાવાસીઓ આશા રાખી રહ્યા છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!