મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 2938 શિક્ષણ સહાયકોને નિમણુંક પત્ર એનાયત કરાયાં હતાં.
જેમાં બનાસકાંઠા જિલ્લામાં પસંદગી પામેલા 207 શિક્ષકોને શિક્ષણ સહાયકના નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના હસ્તે શિક્ષણ સહાયકોને શાળા ફાળવણી અને નિમણુંકના હુકમો આપવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, પારદર્શક રીતે ઓનલાઇન પધ્ધતિથી સમગ્ર ભરતી પ્રક્રિયા સમયસર પુરી કરી આજે તમને શિક્ષક તરીકેના નિમણુંક પત્રો આપવામાં આવ્યાં છે.
From – Banaskantha update