થરાદ પોલીસે અફીણના જથ્થા સાથે એક શખ્સને ખોડા ચેક પોસ્ટથી ઝડપી પાડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં દિવસેને દિવસે માદક પદાર્થોની હેરફેરના કિસ્સાઓમાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આજ રોજ થરાદ પોલીસને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે પેસેન્જર ઇકો ગાડીમાં પાસ પરમીટ કે આધાર-પુરાવા વિનાનો માદક પદાર્થ અફીણના જથ્થાની હેરફેર થઇ રહી છે.

 

 

તે બાતમીના આધારે પોલીસ ખોડા ચેક પોસ્ટ વોચમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકિકતવાળી પેસેન્જર ઇકો ગાડી આવતા તેને ઉભી રખાવી ઇકો ગાડીમાં બેઠેલ સવાઇસિહ જવસિહ રાજપુત રહે.બીસાલા તા. બાડમેર, રાજસ્થાન વાળાની અંગ જડતી કરતા તેના જાત કબ્જામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ કે આધાર-પુરાવા વિનાનો માદક પદાર્થ અફીણનો જથ્થો કુલ 23 ગ્રામ કુલ કીમત રૂ. 2300/- પોલીસે ઝડપી પાડ્યો હતો.

 

 

પોલીસે આરોપી પાસેથી 23 ગ્રામ અફીણનો જથ્થો જેની કીમત રૂ.2,300 અને મોબાઇલ ફોન-1 કીમત રૂા.3,000/- તથા એક આધારકાર્ડ અને રોકડ રકમ રૂા.300/- એમ મળી કુલ મુદામાલ રૂા.5,600/-નો રાખી મળી આવતા આરોપી સવાઇસિહ જવસિહ રાજપુતની વિરુદ્ધ NDPS એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી.

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!