સૂઇગામના મેઘપુરામાં જાહેર કોમ્યુનિટી હોલમાં દૂધ મંડળીના સંચાલકોનો કબજો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા સીલ કર્યો

- Advertisement -
Share

સૂઇગામ તાલુકાના મેઘપુરા ગામમાં જાહેર કોમ્યુનિટી હોલનો વિવાદ : અધિક વિકાસ કમિશનર દ્વારા જાહેર કોમ્યુનિટી હોલને ખાલી કરવાનો આદેશ કર્યો

 

સૂઇગામ તાલુકાના છેવાડાના મેઘપુરા ગામમાં બનાવાયેલ કોમ્યુનિટી હોલમાં દૂધ મંડળીના સંચાલકો દ્વારા બિન અધિકૃત કબજો કર્યો હતો.

જેને લઇ ગામના જાગૃત નાગરિકે સ્થાનિક કચેરીઓમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઇ ઠોસ કાર્યવાહી નહી થતાં આખરે અરજદારે અધિક વિકાસ કમિશ્નરને અપિલ કરતાં કોમ્યુનિટી હોલને ખાલી કરવાનો
આદેશ આપતાં આખરે ગ્રામ પંચાયત દ્વારા કોમ્યુનિટી હોલને ખાલી કરાવી સીલ માર્યું હતું. રડોસણ ગૃપ ગ્રામ પંચાયત દ્વારા મેઘપુરામાં જાહેર કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે. કોમ્યુનિટી હોલએ જાહેર મિલ્કત છે.

 

જે છતાં ગ્રામ પંચાયત દ્વારા આ જાહેર મિલ્કત દૂધ મંડળીને આપવામાં આવી હતી. જે કોમ્યુનિટી હોલમાં સામાન ભરી દૂધ ડેરીના સંચાલકો દ્વારા કાયમી કબજો કર્યો હતો.

 

ગામના એડવોકેટ અરવિંદકુમાર એસ.પ્રજાપતિ દ્વારા કબજો ખાલી કરાવવા માટે અનેકવાર રજૂઆતો કરાઇ હતી. ગ્રામ પંચાયત દ્વારા બીજીવાર તા. 09 એપ્રિલ-2021 ના રોજ આ કોમ્યુનિટી હોલને સીલ કર્યો
હતો પરંતુ ડેરીના સંચાલકોએ જીલ્લા અપિલ સમિતિ સમક્ષ અપિલ કરી હતી. અપિલ સમિતિ દ્વારા હંગામી ધોરણે મનાઇ હુકમ આપ્યો હતો.

 

આ અંગે અરવિંદકુમાર એસ.પ્રજાપતિ દ્વારા અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ રીવીઝન અપિલ દાખલ કરાઇ હતી.

 

જે અપિલને અધિક વિકાસ કમિશનર દ્વારા મંજૂર કરી તા. 20 સપ્ટેમ્બર અને તા. 27 જુલાઇ-2022 ના રોજ અપિલ સુનાવણી કરી હતી.
હંગામી મનાઇ હુકમને રદ કરી કોમ્યુનિટી હોલને ખાલી કરવા આદેશ કરતાં ગ્રામ પંચાયત દ્વારા દૂધ મંડળીના સંચાલકોને નોટીસ પાઠવવા છતાં કોમ્યુનિટી હોલને ખાલી ન કરતાં કોમ્યુનિટી હોલને સીલ કર્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!