ડીસાના જૂનાડીસા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

પંચનામું કરી લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી : પોલીસે યુવકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જૂનાડીસા ગામના હાઇવે નજીકથી મંગળવારે વહેલી સવારે એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

 

જયારે મંગળવારે વહેલી સવારે નાળા નજીકથી પસાર થતાં લોકોએ યુવકની લાશને જોતાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી.

 

જેના પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ કરતાં યુવકના ખીસ્સામાંથી વાવ તાલુકાના દેથળી ગામના પ્રતાપભાઇ તેજાભાઇ નાઇના નામનું આધારકાર્ડ મળી આવ્યું હતું.
જેથી પોલીસે યુવકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે પંચનામું કરી લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

જયારે યુવકની લાશને લઇ લોકોમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ત્યારે પોલીસ તટસ્થ તપાસ હાથ ધરી સચ્ચાઇ બહાર લાવે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!