ડીસામાં વિદ્યાર્થીઓએ બસ સુવિધા મામલે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

- Advertisement -
Share

રાનેર ગામના 200 જેટલાં વિદ્યાર્થીઓ અને મુસાફરો વચ્ચે એક બસ હોવાથી હાલાકી પડી રહી છે

 

ડીસાના રાનેર ગામના 200 જેટલાં વિદ્યાર્થીઓ ડીસા અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓને બસની સુવિધા પૂરતી ન મળવાના કારણે ગુરુવારે તમામ વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂક્યો હતો. જયારે ડીસાના નાયબ કલેકટર કચેરીમાં ભારે હંગામો મચાવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાનેર ગામથી ડીસા માટે ડીસા બસ ડેપો દ્વારા એક બસ મૂકવામાં આવી છે. જેના કારણે રાનેરથી ડીસા આવતી એક બસમાં 200 જેટલાં વિદ્યાર્થીઓને બસમાં અવગણ પડવાના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.

કારણ કે, 200 જેટલાં વિદ્યાર્થીઓ અને મુસાફરો એક બસમાં ઘેટા-બકરાની જેમ ભરવાથી વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

જયારે બસ પણ અનેકવાર સમયસર પણ ન આવતાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર ડીસા ડેપોમાં મેનેજરને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.
જયારે પાલનપુર સુધી પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતાં ગુરુવારે તમામ વિદ્યાર્થીઓ ડીસાના નાયબ કલેકટર કચેરી આગળ ભારે રોષ સાથે એ.બી.વી.પી. ના કાર્યકરો સાથે સરકાર સામે વિરોધ નોંધાયો હતો.

આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ‘તાત્કાલીક ધોરણે અન્ય બસની સુવિધા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પડતી મુશ્કેલીનો અંત આવી શકે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સાથે
એ.બી.વી.પી.ના કાર્યકરોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો આ સમસ્યાનું તાત્કાલીક ધોરણે નિરાકરણ નહીં આવે તો એ.બી.વી.પી. ના કાર્યકરો સાથે તમામ વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!