એક તરફી પ્રેમમાં પાળીયાના 10 થી વધુ ઘા મારી વિદ્યાર્થીનીની હત્યા કરતાં ચકચાર : પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો

- Advertisement -
Share

 

વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાત્રિના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસ તંત્રમાં અફરા-તફરી મચી ગઇ હતી.પોલીસે એક તરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે.

 

 

હત્યારાએ વિદ્યાર્થીનીને પાળીયા (આદિવાસીઓનું ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર) ના 10 થી વધુ ઘા માર્યાં હતા. વિદ્યાર્થીનીના પરિવારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે.

 

 

એડીશનલ સી.પી. ચિરાગ કોરડીયા, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજા અને એ.સી.પી. ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતિભાઇ ઠાકોર

 

 

(રહે. 265, પંચશીલનગર, માણેજા, વડોદરા) ને ઝડપી પાડયો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળીયાથી 10 થી વધુ ઘા મારીને વિદ્યાર્થીનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.

 

 

આ અંગે એડીશનલ સી.પી. ચિરાગ કોરડીયાએ આ બનાવની સનસનીખેજ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી અને અન્ય 2 મિત્રોનું ગૃપ હતું.

 

 

જેમાં કલ્પેશ તૃષાને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા તેને પસંદ કરતી ન હતી. આથી તેને મંગળવારે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળીયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.’

 

 

એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થીનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો.

 

આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી. પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ તે ગોધરામાં ભણવા માટે જતી રહી હતી અને ત્યારબાદ વડોદરા પરત ફરી હતી. તે બીજા છોકરા સાથે વાત કરતી હતી પણ કલ્પેશ સાથે વાત કરતી ન હતી.

 

કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જેથી યુવતી તેને મળવા ગઇ હતી. તે સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.

 

વડોદરામાં ભારે સનસનાટી મચાવી દેનાર આ દર્દનાક કિસ્સાની વિગતો એવી છે કે, તૃષા રાજેન્દરસિંહ સોલંકી (ઉં.વ.આ.19), (મૂળ રહે. સામલી,પંચમહાલ) છેલ્લા 2 માસથી માણેજામાં આર્યન રેસીડેન્સીમાં તેના મામાને ત્યાં રહેતી હતી.

 

તેણે પોલીસની ફીઝીકલ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી. તે એસ.વાય. બી.કોમનો અભ્યાસ પણ કરતી હતી.

 

મંગળવારે રાત્રે શહેર પોલીસને મેસેજ મળ્યો હતો કે, હાઇવે પર ધનિયાવી ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડેલો છે અને તેનો એક હાથ કાપી નાખેલો છે.

 

ઘટનાની જાણ થતાં મકરપુરા પી.આઇ. પટેલ અને ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ-તપાસમાં યુવતીનું નામ તૃષા સોલંકી હોવાનું ખૂલ્યું છે.

 

પોલીસે તૃષાના મામાનું નિવેદન લીધું હતું. તે સવારે એક્ટીવા પર ક્લાસમાં ગઇ હતી. પછી પાછા આવતી વેળા તેની હત્યા થઇ હોવાનું મનાય છે. હત્યારાએ યુવતીને હાથ, ગાલ, ગરદન અને પીઠના ભાગે ઘા માર્યાં હતા.

 

હાઇવે નજીક ખુલ્લી જગ્યામાં જ્યારે ચીસાચીસ સાંભળી ત્યારે એક શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું નજીકમાં કામ કરતાં મજૂરોએ પોલીસને જણાવ્યું હતું.

 

પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના અને તૃષાના નિયમિત રૂટ પરના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ અને તેના મોબાઇલની કોલ્સ-ડીટેલના આધારે તપાસ હાથ ધરી હતી.

 

આ અંગે ડી.સી.પી. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘વડોદરાના એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે એકેડેમીમાં ટ્યૂશનમાં જતી તૃષા હાઇવે પર કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે. અમે એ બાબતે ગહન તપાસ કરી રહ્યા છે.’

 

થોડાક દિવસો પહેલાં સુરતમાં એક માથા ફરેલા ફેનિલ નામના યુવકે લોકોની નજર સામે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપી નાખી હત્યા કરી હતી.

 

ત્યારબાદ રાધનપુરમાં વિધર્મી યુવકે એક તરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. આ બંને બનાવો ભારે ચર્ચાસ્પદ બન્યા હતા.

 

ધનિયાવી ગામની સીમમાં તૃષા સોલંકીનો મૃતદેહ મળી આવ્યા બાદ ઘટનાસ્થળ પાસેથી તેનું મોપેડ પણ મળી આવ્યું હતું. પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!