મંગળવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળવાને કારણે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની બહાર જ કોરોનાગ્રસ્ત વેડંચા ગામના એક દર્દીનું સારવારના અભાવે જીવ ગુમાવ્યો. પ્રાપ્ત વિગતો મુજબ વેડંચા ગામના દર્દીને સારવાર અર્થે કારમાં લાવ્યા હતા.
પરંતુ દર્દી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડની બહાર જ એક કલાક સુધી રઝળ્યો હતો. કારણ કે ઓક્સિજન અને વેન્ટિલેટર ખાલી ન હોવાથી દર્દીઓને સારવાર મળી શકે તેમ ન હોઈ કોઈએ ચકાસણી પણ કરી ન હતી.
જેથી સારવાર ન મળવાને કારણે વેડંચા ગામના યુવાનનું આઇસોલેશન વોર્ડની બહાર જ મોત નિપજ્યું હતું. જેને પગલે મૃતકના પરિવારજનોએ ભારે હંગામો સર્જયો હતો.
કોવિડ હોસ્પિટલના ચેરમેન પી. જે. ચૌધરી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે બાદ સિવિલના સ્ટાફે પ્રાઇવેટ કારમાં આવેલ દર્દીના મૃતદેહને પ્લાસ્ટિકમાં પેક કરીને પરત આપ્યું હતું.
પાલનપુર સિવિલમાં આઈસોલેશન વોર્ડ બહાર એક દર્દીનું મોત થયું હતું. જેમાં કેન્સરગ્રસ્ત એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે લવાયો હતો. જોકે સારવાર ન મળતાં કેન્સરગ્રસ્ત કોરોના દર્દી પ્રાઇવેટ ગાડીમાં જ દમ તોડ્યો હતો.
ત્યારે મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં ના આવી બહાર ગાડીમાં તપાસ કરવા એક કલાક વીતવા છતાં કોઈ ડોકટર ના આવ્યા જેના કારણે મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.
પાલનપુર બનાસ કોવિદ હોસ્પિટલમાં આઇસોલેશન બહાર દર્દીઓને કોઈ તપાસ કરવામાં આવતી નથી. તેમજ સારવાર પણ કરવામાં આવતી નથી. તેવા આક્ષેપો થઈ રહ્યાં છે.
પાલનપુર સિવિલ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ વધારવામાં આવ્યા છતાં પણ દર્દીઓ વધતા મુશ્કેલી પડી રહી છે. હોસ્પિટલમાં 126 બેડ સામે 135 દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે.
જોકે આ મામલે બનાસ કોવિડ હોસ્પિટલના ચેરમેને હોસ્પિટલમાં હાલ જગ્યા નથી તમામ બેડ ફૂલ છે. તેમજ આવનારા દર્દી વધારે છે. ત્યારે વહીવટી તંત્ર સાથે મળી હજુ બેડ વધારવામાં આવશે. જગ્યા ના અભાવે સારવાર આપી શકાતી નથી. તેવું નિવેદન આપ્યું હતું.
જોકે હાલ પાલનપુર શહેર કોરોના હોસ સ્પોટ બન્યું છે. દર્દીઓ વધી રહ્યાં છે. દર્દીઓને કયા રાખવા એજ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. ત્યારે માનવતાની દ્રષ્ટિએ તેને બહાર પણ તપાસી સારવાર કરવામાં આવે તે પણ જરૂરી બને છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વેડંચા ગામના યુવકનું મોત થતાં પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે છેલ્લા બે કલાકથી પ્રાઇવેટ કારમાં દરદીને લઇને આવ્યો છું અને સીટી સ્કેનના રિપોર્ટ પણ બતાવ્યા છે તેમ છતાં કોઈ તપાસ કરવામાં આવ્યા નહી અને અમારા ભાઈનું મોત નિપજ્યું છે. ખેડૂતોના પૈસાથી સારવાર છતાં ખેડૂત પુત્રને કોઈ સ્ટાફે તપાસ કરી નથી. આમને નાના નાના બાળકો છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મંગળવારે પાલનપુર તાલુકાના પીપળી ભાગળ ગામની મહિલાને કોરોના શંકાસ્પદ લાગતા 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરંતુ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બડ ખાલી ન હોવાથી 108માં આવેલી મહિલાને કલાકો સુધી રાહ જોવી પડી હતી. પરંતુ ત્યાં વેડંચા ગામના આવેલ યુવકનું મોત થતાં 108 માં આવેલી મહિલાએ પ્રાઇવેટ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.
સિવિલ હોસ્પિટલમાં 126 બેડમાં કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમ છતાં 135 દર્દીઓ દાખલ છે. કોઈ વેન્ટિલેટર ખાલી નથી હવે કોઈ વધારે દર્દી દાખલ થાય તેમ નથી. બુધવારે વેડંચાના યુવકને બહાર શિફ્ટ થવા કહ્યું હતું અને એ પણ છેલ્લી ઘડીએ આવેલ હતા માટે તેમનું મોત નિપજ્યું હતું. – પી.જે.ચૌધરી (ચેરમેન બનાસ કોવિડ હોસ્પિટલ)
From – Banaskantha Update