વાવના માવસરી કસ્ટમ રોડ નજીક ઇકો ગાડી ભડભડ સળગી ઉઠતાં લોકોમાં દોડધામ : ગાડી ચાલકનો આબાદ બચાવ

- Advertisement -
Share

સ્થાનિક લોકોએ પાણીનું ટેન્કર લાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા પરંતુ ત્યાં સુધી ગાડી બળીને ખાખ

 

વાવના માવસરી કસ્ટમ રોડ ઉપર આવેલા કુંડળીયા ફળીયા ચાર રસ્તા નજીક શુક્રવારે એક ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી.

જયારે સ્થાનિક લોકો દોડી પહોંચી ગાડીમાં લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા.

પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેના કારણે ગાડી માલિકને મોટું નુકશાન પહોંચ્યું છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથક વાવના માવસરી કસ્ટમ રોડ ઉપર કુંડળીયા ચાર રસ્તા નજીક શુક્રવારે અચાનક ઇકોમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

 

જેમાં ચાલુ ગાડીમાં અચાનક ધુમાડો નીકળતાં ડ્રાઇવરે ગાડી રોડની સાઇડમાં લઇ ગાડીમાંથી ઉતરતાં જ જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી.

 

જયારે સ્થાનિક લોકો દોડી પહોંચી ઇકો ગાડીમાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા. જોકે, ગાડીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

 

સ્થાનિક લોકોએ પાણીનું ટેન્કર લાવી સતત પાણીનો મારો ચલાવી ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યાં હતા.

 

પરંતુ ત્યાર સુધી ઇકો ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેના કારણે ગાડી માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે મોટી જાનહાની થતાં ટળી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!