ડીસાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું : વધુ એક શંકાસ્પદ કેશ ડેન્ગ્યુનો નોંધાયો

Share

કોરોના જેવી વૈશ્વિક મહામારી ભારતમાં મહદંશે ઓછી થતા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ ડીસામાં પણ ડેન્ગ્યુના કેસો અવારનવાર મળી આવી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇ ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના અલગ અલગ વોર્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

[google_ad]

જેમાં આરોગ્યની ટીમ દ્વારા પાણી જન્ય રોગોમાં વધારો ના થાય, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા ના મળે એ હેતુથી પાણીની અંદર દવાઓ અને લોકોને ડેન્ગ્યુથી બચવા માટે સમજણ આપવામાં આવી હતી.

[google_ad]

આજે આરોગ્યની ટીમ દ્વારા ડીસાના અલગ અલગ વિસ્તારોમાં પાણીની તપાસ કરી દવાઓ અને ઘરે ઘરે જઈ અને સમજણ આપવામાં આવી હતી ડીસા અર્બન 2ના સુપર વાઈઝર હિતેશભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમના mphw કમલેશભાઈ પટેલ, પાંચ વોલેન્ટરીન, બે આશાઓની ટિમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share