ડીસામાં ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને 1 વર્ષની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

2 માસમાં રૂ. 4,50,000 ચૂકવવા આદેશ કર્યો

ડીસાની કોર્ટે ચેક રીટર્ન કેસ મામલે ચૂકાદો આપતાં આરોપીને 1 વર્ષની સજા અને રૂ. 4,50,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે અને તે ન ચૂકવે તો વધુ 1 માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ગાંધીચોકમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ સમકીતકુમાર મફતલાલ વારીયા તેમના સમાજના અશોકકુમાર ધુડાલાલ શાહ સાથે લાખણી માર્કેટયાર્ડમાં મહાવીર ટ્રેડર્સ નામની પેઢી ધરાવે છે.

 

અશોકકુમારને ગવારની ખરીદી કરવાની હોઇ સમકીતકુમાર વારીયાએ તેમના ખાતામાં તા. 2 નવેમ્બર-2018 ના રોજ રૂ. 4,50,000 જમા કરાવ્યા હતા.
જો કે, બાદમાં અશોકકુમાર ગવારની ખરીદી કરેલ ન હોઇ સમકીતકુમાર વારીયાએ રૂપિયા પરત માંગતાં અશોકકુમાર શાહે તા. 7 ડીસેમ્બર-2019 ના રોજ બનાસકાંઠા ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંકનો રૂ. 4,50,000 નો ચેક આપ્યો હતો.

 

જે ચેક ખાતામાં ભરતા પૂરતા નાણાં ભંડોળ ન હોવાને કારણે ચેક રીટર્ન થયો હતો. આથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ડીસા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી અશોકકુમાર ધુડાલાલ શાહને કલમ-138 માં
કસુરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર પેટે રૂ. 4,50,000 આગામી 2 માસમાં ચૂકવી આપવા અને આ રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!