થરાદમાં બેંકના એ.ટી.એમ.માં તસ્કરોએ તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કરતાં ચકચાર

- Advertisement -
Share

તસ્કરોને સફળતા ન મળતાં મોટી રકમની ચોરી થતાં અટકી ગઇ

 

થરાદ હાઇવે ચાર રસ્તા નજીક આવેલી એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકના એ.ટી.એમ.માં તોડફોડ કરી અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. થરાદ-ડીસા હાઇવે પર અમર કોમ્પલેક્ષમાં એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંક થરાદ શાખાનું એ.ટી.એમ. આવેલું છે.

 

આ અંગેની વિગત એવી છે કે, તા. 31 ઓક્ટોબરના આઠેક વાગ્યાના સુમારે તેમની સાથે નોકરી કરતાં પ્રવિણભાઇ કેશવદાસે ફોન કરીને તેમના બેંક મેનેજરને બેંકના એ.ટી.એમ.માં તોડફોડ થયાની કોઇ કસ્ટમરે
વાત કરી છે તેમ જણાવતાં તેઓ વતન કાણોદરથી થરાદ દોડી આવ્યા હતા અને બેંકમાં નોકરી કરતાં કર્મચારીઓ સાથે બેંક એ.ટી.એમ. પર જઇને તપાસ કરતાં અજાણ્યા શખ્સો દ્વારા એ.ટી.એમ.માં ચોરી કરવાના ઇરાદાથી એ.ટી.એમ.નો મુખ્ય દરવાજો તોડેલો જણાયો હતો.

 

તેના પાછળનું કી-બોર્ડ કે કેમેરા અને એ.ટી.એમ.ના સેન્સરને નુકશાન કર્યું હતું. જોકે, જેમાં રહેલા રૂપિયા સલામત રહ્યા હતા. આ અંગે તેમની બેંકની વડી કચેરીમાં જાણ કરી હતી. પોલીસે બ્રાન્ચ મેનેજર પરવેઝઆલમ કાદરભાઇ મનસુરીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
બેંકના સી.સી.ટી.વી. કેમેરામાં એક ટેણીયા સહીત 3 અજાણ્યા શખ્સો પણ કેદ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે, તેમને કેમેરામાં રેકોડીંગ થતું હોવાની ખબર પડતાં કેમેરા તોડી દીધા હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!