વીજ વિભાગની ગંભીર બેદરકારી : શ્રમિક પરિવારને આપ્યું 6.32 લાખનું લાઈટ બીલ

- Advertisement -
Share

મોડાસામાં વીજ વિભાગની કંપનીએ ઘરના લાઇટ બીલમાં મોટો છબરડો આચર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે મોડાસાના એક શ્રમિક પરિવારના ઘરમાં માત્ર એક પંખો અને એક ટ્યૂબલાઇટ ચલાવે છે. પરંતુ તેમના ઘરનું વીજ બીલ રૂ. 6.32 લાખ આવ્યું છે. મોડાસામાં એલાયન્સ નગરમાં રહેતાં એક પરિવારના સભ્યે ઘરનું લાઇટ બીલ ચેક કર્યું હતું. ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. વીજ વિભાગ કંપનીની ગંભીર બેદરકારીને કારણે આ શ્રમિક પરિવાર ચિંતામાં મૂકાઇ ગયું હતું. તો આટલું બીલ આવ્યું ક્યાંથી તે ટોફ ઓફ ટાઉનના ચર્ચાનો વિષય બન્યો છે.

 

 

 

આ અંગે વિગત એવી છે કે, મોડાસાના એલાયન્સ નગરમાં રહેતાં શ્રમજીવી સિરાજભાઇ શેખના રહેણાંક મકાનનું અત્યાર સુધી રૂ. 300 થી 400 વીજ બીલ આવતું હતું. પરંતુ આ માસે અચાનક રૂ. 6.32 લાખ વીજ બીલ પોતાના નામે આવતાં જાઇને અચંબામાં મૂકાઇ ગયા હતા. જ્યારે તેમના ઘરમાં માત્ર એક પંખો અને ટ્યૂબલાઇટ જ છે. તો પણ આટલું બધું બીલ આવતાં અવઢવમાં મૂકાઇ ગયા હતા. આ પરિવાર એક રૂમમાં જ રહે છે.

 

 

 

 

આ અંગે સિરાજભાઇ શેખે જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી મારુ લાઇટ બીલ આટલું બધુ આવતું નથી. ત્યારે મારે રૂ. 300થી 400 લાઇટ બીલ આવે છે. પરંતુ અત્યારે રૂ. 6.32 લાખ લાઇટ બીલ આવ્યું છે. હું કોઇ મીલ માલિક નથી. મારા ઘરમાં પંખા અને લાઇટ સિવાય કાંઇ ફરતું નથી. તો આટલું બીલ આવ્યું ક્યાંથી તે ટોફ ઓફ ટાઉનનો પ્રશ્ર બની ગયો હતો.’

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘થોડા સમય પહેલા અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં પણ આવો જ એક છબરડો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં માતૃ હેર સલૂન નામના વાળંદની દુકાનનું વીજ બીલ રૂ. 5.70 લાખ આવ્યું હતું. જેના કારણે દુકાન ધારક ગણેશ વાળંદને હાર્ટએટેક આવે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. એક વ્યક્તિની દાઢી કરી રૂ. 30થી 50 મેળવતાં સલૂન સંચાલકને માસે સરેરાશ રૂ. 10થી 12 હજારનું વીજ બીલ આવતું હોય છે. જે વચ્ચે વીજ વિભાગની કંપનીએ વીજ બીલ આપતાં તે જોઇ અચંબામાં મૂકાઇ ગયા હતા. એક-બે રૂપિયા બીલ નહી પણ પુરા રૂ. 5.70 લાખ ઉપરાંતનું વીજ બીલ આપ્યું હતું.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!