ડીસાના વાસણા ગામના NSSના વિદ્યાર્થીઓ સળગતા કોલસા પર ચાલતા ગામના લોકો જોવા ઉમટ્યા

- Advertisement -
Share

ડીસા તાલુકાના વાસણા ગામે એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં શિબિર ચાલી રહી છે જે અંતર્ગત ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં સળગતા કોલસા પર NSSના વિદ્યાર્થીઓ ચાલતા તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાસણા ગામમાં એક દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવી છે આ શિબિર અંતર્ગત ગામમાં જાગૃતતા આવે તે માટે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત ડીસાના વાસણા ગામે એનએસએસના વિદ્યાર્થીઓ આ સીબીર અંતર્ગત શિબિરમાં ડો એસ.ટી કોટકને આમંત્રિત કર્યા હતા જેમાં ડો.એસ.ટી કોટક દ્વારા પછી કાલ ફિટનેસ પર પ્રેક્ટીકલ સાથે માર્ગદર્શન આપ્યું હતું જે બાદ વિનોદભાઈ જોશીએ કારગીલ વિજય ઓપરેશન વખતે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ સાથે તેઓ સૈનિકોને પ્રોત્સાહિત કરવા ચાલુ છે.

તે કારગીલ ગયેલા તે સમયનો અનુભવ લોકોને યાદ કરાવ્યો હતો જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા ગામના લોકો માટે અંધશ્રદ્ધા દૂર થાય તે માટેનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં જગદીશભાઈ દ્વારા ઉકળતા તેલમાંથી પુરી કાઢવી નારિયેળમાંથી કાઢવી સળગતા કોલસા પર ચાલવુ જેવા પ્રયોગો થકી લોકોને અંધશ્રદ્ધાથી દૂર કરાવ્યા હતા.

 

જે બાદ વાસણા ગામના લોકો પણ સળગતા કોલસા પર ચાલ્યા હતા તેમ છતાં તેઓ ન દાઝતા આજે જે પ્રમાણે લોકોમાં અંધશ્રદ્ધામાં ડૂબી રહ્યા છે તેનાથી વાકેફ થયા હતા. વાસણા ગામમાં યોજાયેલ અંધશ્રદ્ધા દૂર કરવા કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા પ્રયોગોમાં રહેલું વિજ્ઞાન તેમજ અમુક પ્રકારની હાથચાલાકીને ચમત્કાર ગણાવીને જે લોકો ભોળી પ્રજાને લૂંટે છે તેના બને તે માટે સમજણ પૂરી પાડવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફીસર તૃપ્તિબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!