પાલનપુરના ચડોતર નજીકથી પોલીસે દારુ ભરેલા પીકઅપ જીપડાલા સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે રૂ. 4,07,160 નો દારૂ મળી કુલ રૂ. 11,20,540 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુરના ચડોતર ગામ નજીક શનિવારે પોલીસે દારૂ ભરેલું પીકઅપ જીપડાલું ઝડપી પાડયું છે. પોલીસે બાતમીના આધારે ચડોતર પુલ નજીક નાકાબંધી કરી વાહન ચેકીંગ દરમિયાન એક દારૂ ભરેલું

પીકઅપ જીપડાલું ઝડપી પાડયું હતું. ડ્રાઇવર સહીત 2 શખ્સોની અટકાયત કરી રૂ. 4,07,160 નો દારૂ મળી કુલ રૂ. 11,20,540 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પાલનપુર તાલુકા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શનિવારે ચડોતર પુલ નજીક શંકાસ્પદ પીકઅપ જીપડાલું નં. GJ-08-AU-7901 ની તપાસ હાથ ધરી હતી.
જેમાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે પીકઅપ જીપડાલા ચાલક સંજયગીરી ગૌસ્વામી (રહે. જાલોર, રાજસ્થાન) અને મંગળાભાઇ રબારી (રહે. જાલોર, રાજસ્થાન) વાળાના કબ્જામાંથી
પીકઅપ જીપડાલા અંદર 2100 જેટલી દારૂની બોટલો જેની કિંમત રૂ. 4,07,160 અને કુલ મુદ્દામાલ મળી રૂ. 11,20,540 સાથે બંને શખ્સોની અટકાયત કરી હતી. આ અંગે દારૂ ખરીદ કરનાર અને દારૂ લેનાર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!