ડીસા માર્કેટયાર્ડમાં બારદાનના ગોડાઉનમાં આગ ભભૂકતાં દોડધામ

- Advertisement -
Share

 

ડીસામાં આવેલ માર્કેટયાર્ડમાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર બારદાનના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.

 

 

ત્યારે તાત્કાલીક ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, બારદાન બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે બારદાનના માલિકને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 3 દિવસથી એક બાદ એક આગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

 

 

ક્યાંક શોર્ટ-સર્કીટના કારણે આગની ઘટના લાગી રહી છે તો ક્યાંક અગમ્ય કારણોસર આગની ઘટના સામે આવી રહી છે. ત્યારે મંગળવારે ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડમાં આવેલ બારદાનના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી.

 

 

અને જોતજોતામાં ગોડાઉનમાં પડેલા બારદાનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં પડેલ તમામ બારદાન બળીને ખાખ થઇ હતા.

 

 

જે બાદ આ અંગેની જાણ બારદાનના ગોડાઉન માલિકને થતાં તેઓ તાત્કાલીક ગોડાઉન પર દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકોના ટોળાંએ ભેગા મળી આગને બૂઝાવવા માટે પ્રયત્નો શરૂ કર્યાં હતા.

 

પરંતુ આગ કાબૂમાં ન આવતાં આખરે આજુબાજુના લોકોએ જે.સી.બી. મશીન અને ડીસા નગરપાલિકા સંચાલિત ફાયર-ફાઇટરની ટીમને જાણ કરી હતી.

 

જેથી તાત્કાલીક નગરપાલિકા ફાયર-ફાઇટરની ટીમ દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી તો ગોડાઉન માલિકને 5,000 થી વધુ જેટલાં બારદાનમાં આગ લાગતાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!