પાટીદાર યુવા નેતા ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટી જોઈન કરી

- Advertisement -
Share

ગોપાલ ઇટાલિયા 2012માં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ભરતી થયા અને ત્યાર બાદ રેવન્યુ વિભાગમાં ક્લાર્ક તરીકે કાર્ય કર્યું. ગુજરાતમાં સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચારના જોઈને 2017માં નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને 2017 થી 2019 વચ્ચે પાટીદાર આંદોલનમાં પણ પ્રમુખ ભૂમિકા ભજવી. આ બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં શિક્ષા, સ્વાસ્થ્યમાં સુધાર માટે સેમીનાર કરવાના શરૂ કર્યા જેમાં ગુજરાતના યુવાનોએ જોર શોરથી ભાગ લેવાનું શરૂ કર્યું અને ગુજરાતમાં દિલ્હી મોડલની ચર્ચા શરૂ થઈ ગઈ કે જો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષા તથા સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર થઈ શકે છે તો ગુજરાતમાં કેમ નહીં?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી મોડલની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે જેનાથી પ્રભાવિત થઈને ગોપાલ ઇટાલીયાએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોડાવાનો નિર્ણય કર્યો. આજ દિલ્હીના કેબિનેટ મંત્રી તથા ગુજરાત પ્રભારી ગોપાલરાયજી દ્વારા ગોપાલ ઇટાલિયા ને આમ આદમી પાર્ટી ની સદસ્યતા વિધિવત આપવામાં આવી.

દિલ્હી બાદ આખા દેશમાં પાર્ટી પોતાનો વિસ્તાર કરી રહી છે. આજે પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક વિસ્તારના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રનિર્માણ અભિયાન અંતર્ગત દિલ્હીના કેબિનેટ મંત્રી તેમજ પ્રભારી ગોપાલરાયજી ના નેતૃત્વ માં ગુજરાતમાં પાર્ટી પોતાનો વિસ્તાર કરી રહી છે. આ અંતર્ગત ગોપાલરાયજીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી આગામી તમામ ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં પ્રતિનિધિત્વ કરશે. 70 ટકાથી વધુ ઉમેદવારો યુવા ચહેરો હશે. ભાજપ કોંગ્રેસની ભાગીદારીથી લોકો ત્રસ્ત છે અને દિલ્હીનું ખરા અર્થમાં વિકાસલક્ષી મોડલ દેશમાં અને ગુજરાતમાં પ્રસરશે. આ સાથે ગોપાલ ઇટાલિયાને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી. જયદીપ પંડ્યાને ગુજરાત રાજ્ય સચિવનો ભાર આપવામાં આવ્યો.

ગોપાલ ઇટાલિયાએ ગોપાલરાયજીનો અને ગુજરાતના સાથીમિત્રોનો આભાર પ્રગટ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસએ ભાગીદારીથી ભ્રષ્ટાચારની સત્તા ચલાવે છે. 60-40 જેવી ભાગીદારીઓ છે. કેટલીય સ્કૂલોમાં, સંસ્થાનોમાં તગડી ફી વસુલવામાં આવે છે જેમાં આ લોકોની મિલીભગત છે. રાજ્યમાં યુવાઓ, શિક્ષિત યુવાઓ જગ્યા છે અને બદલાવની હવા ફૂંકાઈ છે. રાજ્યમાં જનતા બીજેપી અને કોંગ્રેસથી કંટાળી છે. પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારીનો સ્વીકાર કરી તેમણે જણાવ્યું કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર રાજ્યમાં આંદોલન કરશે અને જનતા જાગૃતિની મુહિમ છેડશે.

પ્રેસ કોન્ફ્રન્સના અંતે પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ આભારવિધિ પ્રગટ કરી હતી. પ્રેસ કોન્ફ્રન્સમાં સહ પ્રભારી સુરેશ કઠૈત, ગુજરાત ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી,
મીડિયા કોઓર્ડીનેટર ડૉ ઇર્સાન ત્રિવેદી તથા યોગેશ જાદવાણી પણ હાજર હતા.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!