પાલનપુરનો યુવક યુક્રેનથી પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ : કંકુ તિલક કરી ગૃહ પ્રવેશ કરાવ્યો

- Advertisement -
Share

છેલ્લા આઠ દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધમાં અનેક ભારતીય યુવક-યુવતીઓ ત્યાં ફસાયા છે ત્યારે પાલનપુરનો પણ એક યુવક યુક્રેનમાં ફસાયો હતો. યુવક યુક્રેન પોતાના ઘરે પરત આવતા તેમના પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી યુવકને કંકુ તિલક કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વચ્ચે અનેક ભારતીય યુવક-યુવતીઓ ત્યાં ફસાયા છે. છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધ વચ્ચે ભારતીય યુવક યુવતીઓ ભારત આવવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને ત્યાં ફસાયેલા યુવક-યુવતીના જે પરિવારો છે તે ચિંતામાં મુકાયા છે.

ત્યારે પાલનપુરમાં જયરાજ સિંહ રાજપૂત નામ યુવક યુક્રેનમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે સ્થાયી થયો હતો અને છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ યુવક પણ ત્યાં ફસાયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ વચ્ચે ફસાયેલા યુવકના માતા-પિતા ચિંતામાં મુકાયા હતા અને પરિવાર પોતાનો દીકરો ક્યારે ઘરે આવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે પાલનપુરનો જયરાજ સિંહ રાજપુત રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દીકરો ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લહેર ફેલાઇ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં રહેતો પરિવાર દીકરાને ઘરે જોઈ હરખાયો હતો. જ્યારે પોતાનો દીકરો આજે પરત ઘરે આવ્યો ત્યારે તેના પરિવારજનોએ દીકરાને કંકુ તિલક કરી ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!