અમીરગઢના આવલના ખેડૂતે બનાસ નદીમાં ટ્રેક્ટર ઉતારતાં પાણીનું અચાનક વહેણ વધતાં ટ્રેક્ટર ફસાયું : ગ્રામજનોએ જે.સી.બી. અને ટ્રેક્ટરથી ખેડૂતનો જીવ બચાવ્યો

- Advertisement -
Share

ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઇને નદીની પેલી પાર આવેલું પોતાનું ખેતર ખેડવા જઇ રહ્યો હતો

 

બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં કોરીધાકોર બનાસ નદીમાં નવા નીર આવ્યા છે.

ત્યારે ગુરુવારે અમીરગઢ નજીક ખેડૂત પોતાના ટ્રેક્ટર સાથે નદીમાં ફસાઇ ગયો હતો. જોકે, ખેડૂતની સમય સૂચકતાથી જીવ બચી ગયો હતો.

અમીરગઢના આવલ ગામની વચ્ચોવચ્ચથી બનાસ નદી પસાર થાય છે. જ્યારે નદી પર કોઝ-વે ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

એક ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઇને નદીની પેલી પાર આવેલું પોતાનું ખેતર ખેડવા જઇ રહ્યો હતો. ત્યારે નદીની વચ્ચોવચ્ચ તે ફસાઇ ગયો હતો.

બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી આ વર્ષે મન મૂકીને બંને કાંઠે વહી રહી છે. ત્યારે અમીરગઢના આવલ ગામના ખેડૂત અરવિંદસિંહ ગેનસિંહ ડાભી નદીના બીજા કાંઠે આવેલા પોતાના

ખેતરમાં ટ્રેક્ટર લઇ જઇ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર નદીના વહેણમાં ફસાઇ ગયું હતું. જોકે, ખેડૂતે સમય સૂચકતા દાખવી તાત્કાલીક ગામ લોકોને ફોન કરતાં ગામ લોકો જે.સી.બી. અને ટ્રેક્ટર લઇ આવી
પહોંચ્યા હતા અને પાણીમાં ગરકાવ થવાની આરે આવેલા ટ્રેક્ટર અને ખેડૂતને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

 

આ અંગે ટ્રેક્ટર ચાલક ખેડૂત અરવિંદસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ‘આવલ ગ્રામ પંચાયતની જમીન 50 ટકા નદીની આ બાજુ અને 50 ટકા પેલી બાજુ આવેલી છે. જેથી હું મારી પેલી બાજુનું ખેતર ખેડવા ટ્રેક્ટર
સાથે રોટાવેટર લઇ જતો હતો. તે સમયે નદીમાં પાણી વધતાં મારૂ ટ્રેક્ટર ફસાઇ ગયું હતું. અહીંયા કોઝ-વે બનાવવાની માંગણી કરી છે. પણ હજુ સુધી અમારા પ્રશ્નનો કોઇ નિકાલ આવ્યો નથી.’

 

આવલ ગામની જમીન નદીના બંને કાંઠે હોવાથી ચોમાસામાં ખેડૂતોને મુશ્કેલી પડતાં આ રસ્તે કોઝ-વે બનાવવાની માંગ કરાઇ છે. જે માંગને સરકાર દ્વારા પરિસ્થિતિને અનુરૂપ સ્વીકારી કોઝ-વે બનાવવામાં આવે તો લોકોને અવાર-નવાર પડતી મુશ્કેલીઓથી રાહત મળે તેમ છે.

 

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!