થરાદ – અમદાવાદ 6 લેન એક્સપ્રેસ વે 13,570 કરોડના ખર્ચ બનશે : થરાદને આર્થિક વેગ મળશે

- Advertisement -
Share

ભારત સરકાર દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ સુચિત થરાદ-અમદાવાદ 6-લેન એક્સેસ કટ્રોલ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ 213 કિ.મીની લંબાઇનો નિર્માણ થનાર છે. NHAIના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ માર્ગનું લક્ષ્ય ભારતના ઉત્તર તરફના ક્ષેત્રને આયાત નિકાસ માટે જામનગર કંડલા અને મુંદરા બંદર સાથે જોડવાનો લક્ષ્ય છે.

 

આ એક્સપ્રેસ માર્ગ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ, લાખણી અને દિયોદર, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થઇ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ માર્ગ થઈ વડોદરા-મુંબઇ 8-લેન ઇકોનોમીક કોરીડોર સાથે મળી જશે. આ પરિયોજનાથી થરાદને આર્થિક વેગ મળશે. હાલમાં આ પરિયીજનાનો ડી.પી.આર. પ્રગતિમાં છે. અને 2022ના અંત સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ છે, કુલ 1910 હેક્ટર જમીન અંદાજે સંપાદન કરવામાં આવશે. આ પરિયોજનાનો ખર્ચ અંદાજે અંદાજે 13,570 કરોડનો થવાનો પ્રાથમિક અંદાજ છે.

સાંચોર-સાંતલપુર 6 લેન એક્સપ્રેસ માર્ગ ભારતમાલા પરિયોજના હેઠળ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ માર્ગ આશરે 125 કિમી લાંબો બની રહ્યો છે. NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર કૃષ્ણપાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે “એક્સપ્રેસ પરિયોજનાને 4 પેકેજમાં વહેંચી દરેક પેકેજમાં અંદાજે 30 કિ.મીની લંબાઇનો થાય છે, 4 પેકેજનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 2030 કરોડ છે.

 

જેને રવિ ઇન્ફ્રા પ્રોજેક્ટ લી., ઉદયપુર (પેકેજ નં- 1 અને 2 માં) , એસ.કે.એસ.-કે.આર.સી. ગુરગાવ (પેકેજ નં. 3) સી.ડી.એસ, ઇન્ફ્રા ગુરગાંવ (પેકેજ નં- 4) ને કામગીરી આપવામાં આવી છે. આજની તારીખ સુધીમાં આશરે પેકેજ-1 45% પેકેજ-2 68% પેકેજ-3 29%, અને પેકેજ-4 53% કામગીરી થઈ છે. દરેક પેકેજની કામગીરી અંદાજે 2023માં પુર્ણ થશે. આ પ્રોજેક્ટમાં જે ખેડૂતોએ જમીનો આપી છે તેમને 390 કરોડનું વળતર ચૂકવાયુ છે.”

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!