ડીસાની રોટરી ડીવાઇન ક્લબ દ્વારા દીકરીઓ માટે નવિન “ગર્લ્સ ટોઇલેટ” બનાવી ખુલ્લા મૂકાયા

- Advertisement -
Share

“શ્રીમતી જમનાબેન લોંગમલ ઠરીયાણી” ના સ્મરણાર્થે વડલાપુરા અને મુડેઠાની પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે નવિન “ગર્લ્સ ટોઇલેટ” બનાવ્યા

 

રોટરી ક્લબ-ડીસા ડીવાઇન દ્વારા જૂદી-જૂદી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ અને સભ્યોની જાણમાં આવ્યું કે, અમુક સરકારી પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે ટોઇલેટની તકલીફ છે.

આ અસુવિધાને દૂર કરવા સંસ્થા દ્વારા “શ્રીમતી જમનાબેન લોંગમલ ઠરીયાણી” ના સ્મરણાર્થે વડલાપુરા અને મુડેઠાની પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે નવિન “ગર્લ્સ ટોઇલેટ” બનાવવામાં આવ્યા હતા. જે ગુરૂવારે દાતા નરેશભાઇ એલ. ઠરીયાણીના હસ્તે શાળાને હેન્ડઓવર કર્યા હતા.

આ પ્રસંગે પ્રમુખ ડૉ. રીટાબેન પટેલ, મંત્રી હીનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન દીપાબેન ઠરીયાણી, જોઇન્ટ સેક્રેટરી વર્ષાબેન પટેલ, કાન્તાબેન પટેલ, અલ્પાબેન શાહ, વીણાબેન, ગામના સરપંચ બનેસિંગ, મિતુનભાઇ, શાળાના આચાર્ય નવુજી, ભાવનાબેન, વિ. શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!