ડીસાના કાંટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના : હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ

- Advertisement -
Share

ડીસાના કાંટ રોડ પર ગત મોડી રાત્રે એક હોમગાર્ડ જવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતા હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર માટે ડીસા સિવિલ બાદ વધુ સારવાર માટે પાલનપુર રિફર કરાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેના કારણે રોડ પર ખાતે એક અજાણ્યા વાહન ચાલકે એક યુવકને ટક્કર મારી ફરાર થઈ જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ભાખર ગામેથી ડીસા નોકરી કરવા આવી રહેલા હોમગાર્ડ જવાનને અજાણ્યા વાહનચાલકે ડીસાના કાંટ રોડ પર ટક્કર મારી ફરાર થઈ જતા હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

 

આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલીક 108ની ટીમને જાણ કરાતા 108ની પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલ હોમગાર્ડ જવાનને સારવાર માટે ડીસા સિવિલ જે બાદ વધુ સારવાર માટે પાલનપુર રિફર કરાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!