પાલનપુરમાં ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકે લેશન કરીને ન આવેલા વિદ્યાર્થીનું મુંડન કરાવતાં ચકચાર

- Advertisement -
Share

સજાના ભાગરૂપે આ ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીનું મુંડન કરાવી અને ક્લાસમાં ઉભો રાખ્યો હતો

 

પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક ખાનગી ટ્યુશન ક્લાસમાં ભણતા વિદ્યાર્થીનું મુંડન કરાવતાં ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં લેસન કરીને ન આવતાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીનું મુંડન
કરાવી દીધું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ પણ ભયભીત જોવા મળી રહ્યા છે.
​​
પાલનપુરના હાઇવે વિસ્તારમાં રહેતાં અને પ્રાથમિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના સંચાલકે મુંડન કરીને ક્લાસ વચ્ચે ઉભો રાખ્યો હોવાનો વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં લેસન લઈને આવ્યો ન હતો. જેની સજાના ભાગરૂપે આ ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીનું મુંડન કરાવી અને ક્લાસમાં ઉભો રાખ્યો હતો.
જયારે બીજા વિદ્યાર્થીઓને પણ ચેતવણી આપી હતી. જેને લઇને ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ પણ ભયમાં મૂકાયા હતા. છેલ્લા 2 દિવસથી પીડીત વિદ્યાર્થીને લઈને તેના પરિવારમાં પણ ચિંતા છે.
પીડિત વિદ્યાર્થીનો આક્ષેપ છે કે, ‘સંચાલક તેને ફૂટપટ્ટી વડે માર પણ મારતા હતા અને તેની આંગળીઓ પર પણ ઇજાઓ પહોંચાડી હતી. વારંવાર મારવા છતાં વિદ્યાર્થી બીકના માર્યો પરિવારને કહી શકતો ન હતો.
પરંતુ આખરે ટ્યુશન સંચાલકે મુંડન કરાવતાં સમગ્ર મામલે હંગામો મચ્યો હતો. જોકે, આ સમગ્ર મામલે પીડીત વિદ્યાર્થીના પિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચ્યા છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!