બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન હોટલ આઇ માતા સામેથી એક દારૂ ભરેલી અશોક લેલેન્ડ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે રૂ. 16,88,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે છાપી પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસને છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાન આબુ રોડ તરફથી એક અશોક લેલેન્ડ ગાડી નં. GJ-12-AW-5787 માં વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ જવાનો છે.

 

જેથી છાપી પોલીસ સ્ટેશનની હદમાં હોટલ આઇ માતા સામે હાઇવે ઉપર તેઓ વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી અશોક લેલેન્ડ ગાડી આવતાં તેને રોકાવી ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

 

જેથી પોલીસે રૂ. 6,83,040 નો દારૂ જપ્ત કર્યો હતો. જ્યારે ગાડીના ચાલક હનુમાન રામ જાટને ઝડપી પાડી અશોક લેલેન્ડ ગાડી સહીત દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

 

ગાડીમાંથી 2424 વિદેશી દારૂની બોટલ-બિયર જપ્ત કરી કુલ રૂ. 16,88,040 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે છાપી પોલીસે ગાડીના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!