બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ : વાવના કોંગ્રેસના ધારાસભ્ય સાથે જનતા રેડ કરનારના ઘરમાંથી જ દારૂ મળી આવતાં પોલીસે ગુનો નોંધ્યો

- Advertisement -
Share

 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો. જે અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાની સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

 

 

ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે એસ.પી.એ ખુલાસો આપ્યો હતો. ધારાસભ્ય સાથે જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી જ દારૂ મળી આવ્યો હતો. જેની સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગે જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે જણાવ્યુ હતું કે, ‘ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે વધુ કાર્યવાહી કરી છે.

 

પોલીસે 2021 માં 4236 દેશી દારૂના અને 986 વિદેશી દારૂના કેસ કરી કડક કાર્યવાહી કરી છે. સરહદી જીલ્લો હોવાને લઇ બોર્ડર પર સઘન ચેકીંગ કરી દારૂ ઘૂસણ ખોરી અટકાવવા કડક કાર્યવાહી કરાઇ છે.

 

બનાસકાંઠા જીલ્લામાં રવિવારે રૂટીના પ્રોહીબીશન ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં સમગ્ર જીલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં દેશી દારૂના 175 કેસ, વિદેશી દારૂના 9 કેસ મળી કુલ 184 કેસ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમે 371 સ્થળોએ ઓચિંતી તપાસ કરી હતી. જ્યાંથી કોઇ મુદ્દામાલ મળ્યો ન હતો.’

 

 

વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 દિવસ અગાઉ દિયોદર તાલુકાના કોતરવાડા નજીક મોડી રાત્રે જનતા રેડ કરી દારૂ ભરેલું એક પીકઅપ જીપડાલુ ઝડપ્યું હતું.

 

જો કે, તે પછી જનતા રેડ કરનારા લોકો સામે દારૂ ભરેલા વાહનના ચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 17 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જેમાં ધારાસભ્યે પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતાં હોવાના આક્ષેપો કર્યાં હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!