સિદ્ધપુરની સિવિલમાં 25 વેલ્ટીનેટર, 2 ઓક્સિજન પ્લાન્ટ અને 10 બાયપેપ અપાયાં

- Advertisement -
Share

રાજ્ય સરકાર દ્વારા સિદ્ધપુર સિવિલ જનલર હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવેલા 500 એલપીએમના બે ઓક્સિજન પ્લાન્ટ તેમજ 25 વેન્ટિલેટર અને 10 બાયપેપ આવતાં નગરજનોમાં આનંદ છવાયો હતો. વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી દીધી છે.

જેને લઈ રાજ્ય સરકાર દ્વારા સિદ્ધપુર પંથકના લોકોને બીજી લહેરમાં ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની અછત સર્જાઈ હતી જે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં સિદ્ધપુર પંથકના લોકોને ઓકિસજન તેમજ વેન્ટિલેટરની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સિદ્ધપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે.

 

 

500 એલ.પી.એમના બે ઓકિસજન પ્લાન્ટ તેમજ 25 વેન્ટિલેટર અને 10 બાયપેપ મંજુર કરવામાં આવ્યા હતા.

જે પૈકી 25 વેન્ટિલેટર અને 10 બાયપેપ તેમજ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ 500 એલ.પી.એમના બે ઓક્સિજન પ્લાન્ટ જનરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

 

 

ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વિભૂતિબેનના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ 500 એલ.પી.એમના બે ઓક્સિજન પ્લાન્ટ સિદ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે.

જે થોડાક જ સમયમાં પંથકના દર્દીઓ માટે કાર્યરત કરાશે. તેમજ 25 વેન્ટિલેટર અને 10 બાયપેપ પણ ટૂંક સમયમાં દર્દીઓ માટે કાર્યરત કરાશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!