વાવ-સૂઇગામ હાઇવે પર બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં 2 વૃદ્વ લોકો ગંભીર

- Advertisement -
Share

 

વાવ-સૂઇગામ હાઇવે પર શનિવારે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર 2 વૃદ્ધ લોકોને ગંભીર ઇજા થતાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પોતાની ગાડીમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. જેમાં અનેક માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

 

ત્યારે શનિવારે વાવ-સૂઇગામ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી.

 

 

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત શનિવારે થરાદથી નડાબેટ જીરો પોઇન્ટ બોર્ડર સુધી લોકોને આવવા જવા માટે બસને લીલીઝંડી આપી શુભારંભ કર્યો હતો.

 

 

જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ખૂદ બસમાં બેસી મુસાફરી કરી નડાબેટ જતા હતા. તે દરમિયાન વાવ-સૂઇગામ હાઇવે પર એક બાઇક અને ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની હતી.

 

 

જેમાં બાઇક પર સવાર 2 વૃદ્ધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના જોતાં થરાદના ધારાસભ્યે બસને ઉભી રખાવી 2 વૃદ્વ લોકોને ઇજાગ્રસ્તને પોતાની પ્રાઇવેટ ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!